Jan suvidha kendra 2.59

1 star(s) from 1 votes
311, 3rd floor, Millionaire Business Park Adajan - Pal
Surat, 395009
India

About Jan suvidha kendra

Contact Details & Working Hours

Details

"જન સુવિધા કેન્દ્ર" એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ઇ-ગવર્નન્સ ની યોજનાઓને સરળતાથી લોકો સુધી પહોચાડતી માળખાગત સુવિધા ધરાવતી ખાનગી સંસ્થા "UC Corporation E-Services" નો એક લોકહિત માટેનો અનેરો પ્રયાસ છે. જેમાં દેશના દરેક નાગરિકને જરૂરી ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, જેવી અનેક સેવાઓ નું માર્ગદર્શન અને કામગીરી કરતુ એક મધ્યસ્થ કેન્દ્ર છે.
આ યોજના હેઠળ ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગો તેમજ દરેક સમાજના લોકોને ઈન્ટરનેટ અને ડીઝીટલ ક્રાંતિ દ્વારા ડીઝીટલ સાધનો, ડીઝીટલ સાક્ષરતા, ટેકનોલોજી નો મહત્તમ વપરાશ કરતા કરવા, અને સરકારશ્રી ઇ-ગવર્નન્સ ની દરેક યોજનાઓ દેશના દરેક વિસ્તારના દરેક જાતિના લોકો સુધી મહત્તમ ધોરણે પહોચાડવાની માળખાગત સુવિધા તૈયાર કરવી.
આ "જન સુવિધા કેન્દ્ર" દેશના કોઈ પણ ઉદ્યમી નાગરિક દ્વારા સંચાલિત કરી શકાય છે. જેમાં લોકોને ઈન્ટરનેટ સર્વિસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર સેવાઓ, પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશીપ સ્કીમ (PPP), અન્ય સરકારી યોજનાઓ, કૃષિ સહાયક સેવાઓ, સરકારી સબસીડી યોજનાઓ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ ની સેવાઓ, શેક્ષણિક કાર્યક્રમો, સરકારી સર્વે જેવી ઘણી સેવાઓ પૂરી પડી શકાય છે. અને આત્મનિર્ભર બની શકો છો.