Gir Gaushala " ગીર ગૌશાળા " 3.63

Gir Gaushala, Kaniya Park, Ranjit Sagar Road.
Jamnagar, 361005
India

About Gir Gaushala " ગીર ગૌશાળા "

Gir Gaushala  " ગીર ગૌશાળા " Gir Gaushala " ગીર ગૌશાળા " is a well known place listed as Non-profit Organization in Jamnagar ,

Contact Details & Working Hours

Details



અનાદિકાળથી ગાયોનો ભારતમાં ઘણો મહિમા કહેવાયો છે. સમુદ્ર મંથન વખતે મળેલા શ્રેષ્ઠ રત્નો પૈકી ‘કામધેનુ’ પણ પૃથ્વી પરના માનવોનુ ઉત્તમ વરદાન છે. અહી એ સમજવાનું રેહશે કે સમુદ્રમંથન સમયે ગાયમાતાની ઉત્પતી કેમ થઈ?

સમુદ્રમંથન એટલે વિચાર વલોણું મંથન દરમ્યાન હંમેશા(નવનીત) માખણની પ્રાપ્તિ થાય છે. જ્યારે જ્યારે ચિંતન–ચર્ચા સામૂહિક અને સાર્વત્રિક થાય ત્યારે કોઈ ને કોઈ નવી દિશા કે દર્શન પ્રાપ્ત થયું હોય છે.અહી કામધેનુ ને એ રીતે જો જોવા સમજવામાં આવે તો જ એના અસ્તિત્વને એના દેવત્વને સમજી શકાશે.

ગાયની પવિત્રતા-શ્રેષ્ઠતા કે ગુણવત્તા તેમાં વિશેષ અભ્યાસ કરવાથી સમજાશે. સૌપ્રથમ ગાયમાથી પ્રદાન થતાં અમૂલ્ય પંચગવ્ય જેવાકે ગૌમૂત્ર, ગોબર, ગૌદૂધ, દહી અને ઘી ને વિષયે સમજવું પડશે.

ગાયની ખરી, શીંગડાં, ગાયનુ ગોરોચન (પિતાશયનું પિત્ત) ગૌમાતાનો ઉચ્છવાસ સહિત દરેકમાંથી વિશેષ ગુણ મળે છે. આજના મેડીકલ સાયન્સને ખબર જ નથી ત્યારે હજારો વર્ષથી આપણાં આયુર્વેદના ઋષિઓ-વૈજ્ઞાનિકોએ આ અંગે ઉચ્ચક્ક્ષાનુ સંશોધન કરી સામાન્ય સમાજમાં એના રોજબરોજના દૈનિક જીવનમાં એને વણી લીધા છે.

વેદમાં "ગાયો વિસ્વસ્ય માતર" ગાય વિશ્વની માતા છે તેમ કહ્યું છે.