Dudhrej Vadwala Dham 5.25

Shree Vadwala Temple,Dudhrej
Surendranagar, 363040
India

About Dudhrej Vadwala Dham

Dudhrej Vadwala Dham Dudhrej Vadwala Dham is a well known place listed as City in Surendranagar , Hindu Temple in Surendranagar , Organization in Surendranagar ,

Contact Details & Working Hours

Details

આ પાવન શ્રી વડવાળા ધામ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકામાં સુરેન્દ્રનગર ગામથી પાંચેક કિલોમીટર દુર ઉત્તર દિશામાં ધ્રાંગધ્રા જવાના રસ્તા ઉપર દૂધરેજ નામનું ગામ આવેલું છે. આ દૂધરેજ ગામમાં આચાર્ય ની પરંપરામાં ૨૧ માં શિષ્ય શ્રી નીલકંઠસ્વામીની પ્રેરણાથી અને તેઓશ્રીના શુભ આશીર્વાદથી શ્રી વૈષ્ણુના ધર્મધામ સમુ શ્રી વટપતિ (વડવાળા દેવ) ભગવાનનું આશ્રમ સ્થાન આવેલું છે. તેમના આરાધ્યદેવ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્રજી છે અને તે શ્રી વટપતિ કે વડવાળા નામે સમગ્ર ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર જાણીતા છે.સમસ્ત રબારી સમાજ ધર્મગુરુ ગાદી છે.

આ સર્વાગ સુંદર મંદિરની પૂર્વ તરફ વિશાળ વટવૃક્ષના દર્શન થાય છે. આ આશ્રમના પ્રથમાચાર્ય શ્રી ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજીએ વડના દાતણથી

ઉછેરેલો ગણાતો આ વડ તેની શીતળ છાયા અને પવિત્ર વાતાવરણથી મંદિર અને પટાંગણ શોભાવે છે.

શ્રી દૂધરેજ વડવાળા મંદિર પૂર્વાભિમુખ છે. મંદિર માં પ્રવેશવાના ત્રણ માર્ગ છે.

(૧) સિંહદ્વાર
વડવાળા મંદિર માં સિંહદ્વાર પુર્વ દિશા માં આવેલ છે.

(૨) નંદિદ્વાર
વડવાળા મંદિર માં નંદિદ્વાર ઉતર દિશા માં શોભે છે.

(૩) હસ્તિદ્વાર
વડવાળા મંદિર માં હ્સ્તિદ્વાર દક્ષિણ દિશા માં શોભે છે.

આ ત્રણે દ્વાર દ્વારા પોતે પોતાની દ્ર્ષ્ટીએ ઉત્કૃષ્ટ કારીગરીના નમૂના રૂપ છે. આ ત્રણ દ્વારોએ ત્રિગુણાત્મક પ્રકૃતિને પોતાની હઠ છોડી ઇશ્વર શરણ જવા માટેના ઉદારતાથી આપેલા માર્ગ છે. તો બીજી બાજુ એમ લાગે છે કે કામ, ક્રોધ અને લોભના ત્રિવિધ તાપથી બચવા માટે એક માત્ર સાધન છે. કામ, ક્રોધ અને લોભથી બચવા માનવી ઘણા સમયથી પ્રયત્નશીલ છે. તેમાથી છૂટવા મથતા માનવી ને બચાવવા ભગવાન પશુપતિ એ જાણે કે ત્રણ દ્વાર ખુલ્લા મુક્યા છે. આ ત્રણેય દ્વારો પર ત્રણ ઘૂમટો આવેલા છે. ત્રણેય ઘૂમટોની શોભા અવર્ણીય છે.


ગણપતિની બરાબર સામે અર્થાત સિંહદ્બારની દક્ષિણે હનુમાનજીની વિરાટ અને અત્યંત પ્રભાવશાળી મૂર્તિ છે. અત્યંત આકર્ષક અને તેજસ્વી આ વિશાળ મૂર્તી દર્શન કરનારના હ્રદયમાં અનેરો આનંદ ઉત્પન્ન કરે છે.

અહીંથી પગથીયા ચડી આગળ જતાં મધ્ય ભાગના વિશાળ ઘૂમટની નીચે પહોંચીએ છીએ. મધ્યના સિંહદ્વારના અને બાજુના નંદિદ્વાર તથા હસ્તીદ્વારના ત્રણ ઘૂમટ મળીને વિશાળ ચોક બનાવે છે. આ ચોકના અંત ભાગમાં બેસવા માટેના ઊંચી બેઠકવાળા ઓટા છે. ઘૂમટનો મધ્ય ભાગ સંતો અને ભક્તોને પોતાની શીતળ છાયા નીચે આશ્રય અને વિશામો પૂરો પાડે છે.

ઘૂમટના પથ્થરમાં નવ ગ્રહનાં સુંદર ચિત્રોની રમણીયતા આંખને આકર્ષી રહે છે. આ નવે ગ્રહો વટનાથ અથવા ભગવાન શ્રીરામના શરણે આવેલાને સદૈવ અનુકૂળ રહેવા ચૂપચાપ બેસી ગયા હોય એમ લાગે છે

ઘૂમટ નીચેના વિશાળ ચોકમાં ભગવાનના મંદિર આડે જડી દીધેલ જાળીમાંથી ભગવાનનાં દર્શન કરી શકાય છે. તેમજ તે જાળીમાંથી અંદર પ્રવેશી બધા ભગવાનના વધુ નિકટતાથી દર્શન કરી શકાય છે. અંદર પ્રવેશતા પાંચ દેવો બિરાજેલા છે તેમા ડાબી તરફથી જમણી તરફ જતા અનુક્રમે શ્રી દ્વારકાનાથજી, શ્રી વટનાથ, ભગવાન શ્રીરામચંદ્રજી, સ્વામી ષટપ્રજ્ઞદાસજી અને ભગવાન શ્રી શંકર એમ પાંચ દેવો બિરાજેલા છે. એ પાંચ દેવો એ પ્રકૃતી દેવીએ નિર્માણ કરેલા આકાશાદિ પાંચ તત્વોનું મૂર્તિમંત સ્વરૂપ હોય એમ શોભે છે. મંદિરના પૂર્વ તરફના પાછલા ભાગમાં એટલે કે સિંહદ્વારના ઇશાન ખૂણે શ્રી ષટપ્રસાદજી મહારાજે વાવેલ વિશાળ વટવૃક્ષ છે.

દુધરેજ મંદિરમાં તેના આધ્યસ્થાપક આચાર્ય ષટ્પ્રજ્ઞસ્વામીજીની સમાધિ ઉપરાંત બીજી ૨૨ સમાધિઓ છે. ષટ્પ્રજ્ઞસ્વામીજીની સમાધિની જમણી તરફ સમાધિની ત્રણ લાઈનો છે. તેમાં પ્રથમ ત્રણ સમાધિઓ છે. તેમાથી વચલી સમાધિ ઘુમટાવાળી ગંગારામજી મહારાજની છે. તેઓ વિ.સં. ૧૯૪૮ મા સમાધિસ્થ થયા છે.આ સમાધિથી ઉત્તરે આવેલી સમાધિ ગંગારામજી મહારાજના સમયના કોઠારી શ્રી વિષ્ણુદાસજીની છે. તેઓ વિ.સં.૧૯૪૮માં સમાધિસ્થ થયા.ગંગારામ મહારાજની સમાધિથી દક્ષિણ તરફ ગોવિંદરામ મહારાજની સમાધિ છે. તેઓ વિ.સં. ૧૯૫૪ મા સમાધિસ્થ થયા.આ બન્ને સમાધિની વચ્ચે રહેલી જગ્યામાં મેઘાસ્વામીના ચરણ પધરાવેલ છે.

આ ત્રણ સમાધિ પછવાડે એટલે કે તેના પાછળના ભાગમાં સાત સમાધિઓ છે. તેમાં દક્ષિણ તરફથી ગણતા પહેલી સમાધિ મહાત્મા પં.તુલસીદાસજીની છે. બીજી ફૂલ-સમાધિ મહંત શ્રી ગોકળદાસજી મહારાજની છે. તેઓ શ્રી ૧૯૧૧ માં નિર્વાણ પામ્યા છે. તેઓ શ્રી ની મૂળ સમાધિ બાકરથલી ગામની સીમમાં પણ છે. ત્રીજી સમાધિ ક્રુષ્ણદાસજી મહારાજની છે. તેઓ સં.૧૮૯૫ માં નિર્વાણ પામ્યા છે. ચોથી સમાધિ સં.૧૮૫૫માં નિર્વાણ પામનાર શ્રીમાનદાસજી મહારાજની છે. પાંચમી સમાધિ સં.૧૮૦૯માં નિર્વાણ પામેલ ભાવદાસજી મહારાજની છે. છઠ્ઠી સમાધિ કેવળદાસજી મહારાજની છે. તેઓ સં.૧૯૧૮માં નિર્વાણ પામ્યા છે. સાતમી સમાધિ રત્નદાસજી મહારાજની છે. તેઓ સં.૧૮૩૦ માં નિર્વાણ પામ્યા છે.

આ સાત સમાધિઓના પાછળના ભાગમાં ત્રીજી લાઈન ૧૧ સમાધિઓની છે. તેમાં દક્ષિણ તરફથી ગણતાં પહેલી સમાધિ ગંગાસ્વરૂપ લાધીમાતાજીની છે. તેમના પછી બીજી સમાધિ રામરતનદાસજી મહારાજની છે. જયારે ત્રીજી સમાધિ ભંડારી રામદાસજી મહારાજની છે. ચોથી સમાધિ ધર્મદાસજી મહારાજની છે. તેઓ શ્રી એ યોગ વડે જીવતા સમાધિ લીધી છે. પાંચમી સમાધિ લબ્ધરામજી મહારાજની છે. તેઓ શ્રી સં.૧૮૧૫ માં સમાધિસ્થ થયા છે. છઠી સમાધિ જમનાદાસજી મહારાજની છે. તેઓ શ્રી સં.૧૯૩૩ માં સમાધિસ્થ થયા છે. સાતમી ચરણપાદુકા ષટ્રપ્રજ્ઞસ્વામીજીના ગુરુભાઈ અમરદાસજી મહારાજની છે. તેઓ શ્રીની સમાધિ જૂનાગઢ જિલ્લાના મેસવાણ ગામે પણ છે.

મંદિર મા મુખ્ય ભગવાન શ્રી રામદરબાર ત્થા રાધા ક્રિષ્ન ભગવાન ત્થા શ્રી વટેશ્વર મહાદેવ ત્થા સદગુરુ ભગવાન સષ્ટપ્રજ્ઞ સ્વામીજી મહારાજ પુજન થાય છે. અન્નક્ષેત્ર સેવા , ગૌશાળા , કુમાર છાત્રાલય , કન્યા છાત્રાલય , હાઈસ્કુલ , ત્થા ધાર્મિક પ્રસંગો ની ઉજવણી. પ્રસિધ્ધ કુંભપર્વ મા અન્ન્ક્ષેત્ર.

આમ ભગવાન વટનાથના નામે ઓળખાતું આ સુંદર મંદિર કલાકારીગરીના ધામ સમાન છે. વિદ્વાનોને પણ એ જોવાનુ મન થાય એવી શૈલીએ બંધાયેલું આ મંદિર જિલ્લામાં વિશિષ્ટ ભાત પાડે છે.