Ambica Dalwada Centre 2.38

3, Shivam Complex, B/h. H. L. Commerce College, Navrangpura
Ahmedabad, 380009
India

About Ambica Dalwada Centre

Contact Details & Working Hours

Details

હું શાંતિલાલ જવાનજી ચંદેલ, અંબિકા દાળવડા ના માલિક. અમે સન 1973 માં લારી ની શરૂઆત કરી. મારા પિતાશ્રી જવાનજી ચંદેલ એમણે અપ્રિલ 1973 ના દિવસે અંબિકા દાળવડા સેન્ટરના નામે H. L. Commerce College 6 રસ્તા પાસે લારી ની શરૂઆત કરેલી.તે સમયે 100ગ્રામ દાળવડા નો ભાવ 30 પૈસા હતો.
સમય જતા અમારી લારી સારી ચાલવા લાગી અને અમારા દાળવડા ના વખાણ બધા જ વિસ્તાર ની અંદર સારા થવા લાગ્યા. અમે પણ ક્વોલીટી માં ખુબ જ ધ્યાન આપવા લાગ્યા. અમે દાળવડા ફક્ત પ્યોર સિંગતેલ ની અંદર જ બનાવીએ છીએ અને મગ ની પ્યોર ફોતરા વળી દાળ નો ઉપયોગ કરીએ છીએ. સમય જતા આ ધંધા માં મારો નાનો ભાઈ જેનું નામ ઈશ્વરલાલ જવાનજી ચંદેલ પણ મારો સાથ આપવા લાગ્યા. જેથી મારું મનોબળ વધુ મજબૂત થયું અને ક્વોલીટી માં પણ વધુ ધ્યાન આપવા લાગ્યા.

5-5-1994 માં અમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો. 1996 ની અંદર અમે અમારી લારી બંધ કરી અને H. L. Commerce College પાછળ શિવમ કોમ્પ્લેક્સમાં દુકાન ચાલુ કરી. એમાં અમે ખીરું નું વેચાણ શરુ કર્યું. જેમાં મારો પુત્ર જેનું નામ રાકેશ શાંતિલાલ ચંદેલ અમને મદદરૂપ થવા લાગ્યો. અને અમારા ખીરું નું વેચાણ સારા પ્રમાણ માં થવા લાગ્યું. આ ધંધા ની અંદર મારા ભાઈ શ્રી ઈશ્વરલાલ જવાનજી ચંદેલ તથા મારો પુત્ર રાકેશ શાંતિલાલ ચંદેલ, અને મારા 30 વર્ષ જુના સ્ટાફની મદદ થી અમે આટલે સુધી પહોચ્યા છીએ.

આ વર્ષે 93.5 FM ની અંદર ગુજરાત લેવેલ ખાતે ફરસાણ કોમ્પીટીશન ની સ્પર્ધા ની અંદર અમારો પ્રથમ નંબર આવેલ છે.

હવે અમે ટુંક સમય માં ખુણે ખુણે અમારું ખીરું પહોચાડવા માંગીએ છીએ. માં અંબા ની કૃપા થી અમે સફળ થઈએ એવા આશીર્વાદ ની આશા.

- શાંતિલાલ જવાનજી ચંદેલ
- રાકેશ શાંતિલાલ ચંદેલ